એકમ કસોટી પેપર સોલ્યુશન 23-11-2019
પ્રશ્ન1 વાર્તા વાંચી તેને આધારે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 10 marks
1.શેરસિંહ કયા જંગલનો રાજા હતો?
જવાબ - શેરસિંહ ચંપકવનનો રાજા હતો.
2. પુલ કેમ તૂટી ગયો હતો ?
જવાબ- ભારે વરસાદને કારણે નદી-નાળાં ઉભરાઈ જવાથી પુલ તુટી ગયો હતો.
3. પ્રાણીઓને કેવી તકલીફ પડતી હતી?
જવાબ- પ્રાણીઓ જંગલમાં ખાવા માટે કે શિકાર માટે જઇ શકતા ન હતા.
4. મિકુ વાંદરો બધાની મુશ્કેલી દૂર કરવા માટે શું કરશે?
જવાબ- મિકુ વાંદરો બધાની મુશ્કેલી દૂર કરવા પથ્થર નો પુલ બનાવી આપશે.
5. 'ભારે વરસાદ 'એટલે કેવો વરસાદ?
જવાબ- બે ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડ્યા કરે અને નદી નાળા ઊભરાઈ જાય, એવા વરસાદને ભારે વરસાદ કહેવાય.
પ્રશ્ન2 નીચે આપેલી ઘટનાઓને ક્રમમાં ગોઠવી ફરીથી એવી રીતે લખો કે જેથી આખી ઘટના સમજાય. 6 marks
1. તે બાજુમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ.
2. ઓય, માં કરતી તે દોડી ગઈ.
3. દુકાનદારે કહ્યું 'લે ,'આ બિસ્કીટ કુતરા ને નાખીશ એટલે તે ઊભું રહી જશે.'
4. એક કૂતરું તેની પાછળ પડ્યું.
5. રિયા સ્કૂલેથી ઘરે આવતી હતી.
6. રિયાએ મલકાઈને દુકાનદારનો આભાર માન્યો.
જવાબ-
1. રિયા સ્કૂલેથી ઘરે આવતી હતી.
2. એક કૂતરું તેની પાછળ પડ્યું.
3. ઓય, માં કરતી તે દોડી ગઈ.
4.તે બાજુમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ.
5. દુકાનદારે કહ્યું 'લે ,'આ બિસ્કીટ કુતરા ને નાખીશ એટલે તે ઊભું રહી જશે.'
6.રિયાએ મલકાઈને દુકાનદારનો આભાર માન્યો.
પ્રશ્ન3 અ. અધૂરું વાક્ય પૂર્ણ કરો. Marks 6
1. મેં આજે નવા કપડાં પહેર્યા છે કારણકે
આજે મારે લગ્નમાં જવાનું છે.
2. દિવાળીના વેકેશનમાં અમે
મામા ના ગામ રહેવા જઈએ છે.
3. પપ્પા એ ના પાડી તોય
મારા ભાઈએ મોબાઈલ લીધો.
પ્રશ્ન 3 બ. કૌંસમાં લખેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 6 marks
( પોટકું, ગાવાનો ,ખીલે ,ગોપુ,નજર ,ધોબી)
ધબાકપૂર નામે એક ગામ. એમાં ધનુ નામે એક ધોબી રહે. આ ધોબી પાસે ગોપુ નામનો ગધેડો હતો. એને ગાવાનો અને ખાવાનો જબરો શોખ. કામ કરવું ન ગમે. રખડવુ ગમે. મેલા કપડાનુ પોટકું ઉપાડીને નદીએ જવાનું ન ગમે. જ્યારે લાગ મળે ત્યારે ધનુની નજર ચુકાવીને એ ભાગી જતો. પણ ધનુ ધોબી હોશિયાર હતો તે ગોપુ ને તરત શોધી કાઢતો ને ઘેર લાવી ખીલે બાંધી દેતો.
પ્રશ્ન4 અ. લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ વાપરી વાક્ય ફરીથી લખો. 6 marks
1. આંગણામાં
પક્ષી ચણતું હતું. ( કાબર)
જવાબ- આંગણામાં
કાબર ચણતી હતી.
2.
ડોલ પાણીથી ભરેલી હતી.( માટલું)
જવાબ-
માટલુ પાણીથી ભરેલું હતું.
3.
નિલેશ હસતો હસતો દોડતો હતો.( નિશા)
જવાબ-
નિશા હસતી હસતી દોડતી હતી.
પ્રશ્ન4 બ. આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાકય બનાવો.
6 marks
1. પ્રાર્થના,શાળા
જવાબ- અમે સવારે શાળામાં પ્રાર્થના કરીએ છે.
2. ટોપી ,સ્વેટર ,ઠંડી
જવાબ- ઠંડીથી બચવા ટોપી અને સ્વેટર પહેરો.
3. માછલી ,નદી, રંગબેરંગી
જવાબ- નદીમાં રંગબેરંગી માછલીઓ તરે છે.
પ્રશ્ન 5 નીચે આપેલ ટુચકો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
10 marks
1. ટિન્કુ ક્યાં ગયો છે ?
જવાબ- ટિન્કુ હજામની દુકાને ગયો છે.
2. ટિન્કુ ત્યાં શા માટે ગયો છે?
જવાબ- ટિન્કુ ત્યાં વાળ કપાવવા માટે ગયો છે.
3. બે વર્ષ પછી ટિન્કુ ની ઉંમર કેટલી હશે?
જવાબ- બે વર્ષ પછી ટિન્કુ ની ઉંમર ૧૧ વર્ષ હશે.
4. ટિન્કુ દાઢી કેમ ન કરાવી શકે?
જવાબ- માટે તે કાઢી નાખવા માંગો છો પિંકુ હજી નવ વર્ષની છે તેથી તેની ગાડીમાં વાર જોયા નથી માટે તે કાઢી નાખવા માંગો છો
5. હજામ શું કામ કરે છે?
જવાબ- હજામ વાળ કાપવાનું અને દાઢી બનાવાનુ કામ કરે છે.
આવા અન્ય પેપર સોલ્યુશન મેળવવા માટે મારા whatsapp નંબર 9033927943 પર મેસેજ કરો.