સંપૂર્ણ વર્ષ પરીક્ષાલક્ષી અભિગમને કારણે વિદ્યાર્થીઓ ના ક્રિયાત્મક જ્ઞાનમાં કોઈ વિકાસ ન થવાનું કારણ એકમ કસોટી હોવાની રજૂઆત આખરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવતા બાળકોના સર્વગ્રાહી શિક્ષણ માટે ચિંતિત શિક્ષકોની વ્યથા આખરે તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે.
રજૂઆત મુજબ
1.એકમ કસોટીની પ્રક્રિયા ઘણી લાંબી છે. વધુ સમય માંગી લે છે. પેપર ડાઉનલોડ કરવા, તેની પ્રિન્ટ લેવી ,ઝેરોક્ષ કાઢવી ,કસોટી લેવી અને તપાસીને માર્કસ સ્કેન કરવા. આ માર્કસની અલગ પત્રકમાં નોંધ કરવી પડે છે.એકમ કસોટીઓમાં ભૂલોનો નિર્દેશ થી લઈને ઉપચારાત્મક કાર્ય માટે જરૂરી સૂચનો નો ઉલ્લેખ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારબાદ ઉપચારાત્મક કાર્ય માટે પણ પ્રશ્નપત્ર બનાવી,પુનઃ કસોટીઓ લઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવાની પ્રક્રિયા જટિલ અને લાંબી છે .
2. તે ખૂબ જ ખર્ચાળ છે. શાળા વિકાસ ગ્રાન્ટ માંથી મોટા ભાગનો ખર્ચ એકમ કસોટીઓ ની ઝેરોક્ષ કાઢવામાં થતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આ ખર્ચને કારણે શાળા વિકાસ ના અન્ય કામો પર અસર પડે છે.
3. એકમ કસોટી બાળકના મગજમાં પરીક્ષા જ પરીક્ષા એવો હાઉ પેદા કરે છે અને સમય નો બગાડ છે .
2. ભાષા જેવા વિષયોમાં કથનની અ. નિ. વાર્તા કથન,સંવાદ કે પ્રસંગ કે કિસ્સાની રજૂઆત દ્વારા સિદ્ધ કરી શકાય છે જે તક એકમ કસોટી માં મળી શકતી નથી.
3. એકમ કસોટી માં કોઈ પ્રશ્નપત્રનું પરિરૂપ કે કઈ અધ્યયન નિષ્પતિઓ ના આધારે પ્રશ્નો આવવાના હોય તેની અગાઉથી કોઈ જાણ કરવામાં આવતી નથી જેના કારણે તેની પૂર્વ તૈયારી કરાવવી ખૂબ જ મુશ્કેલ બને છે અને જોઈએ એવું પરિણામ મળતું નથી.
4. પ્રક્રિયા ખૂબ જ લાંબી છે તેમજ તેમાં વાલીની સહી કરાવવા માટે બાળકો સાથે તેને મોકલાવી અને પરત લેવી વગેરેમાં પણ સમય જતો હોય છે.
5. ઘણી શાળાઓમાં એક જ શિક્ષક એકથી વધુ વિષયો ભણાવતા હોય છે તેવા શિક્ષક ના ફાળે એક જ મહિનામાં લેવાતી વિવિધ વિષયોની બધી જ એકમ કસોટીઓ બધા જ બાળકોની તપાસવાની કામગીરી આવી જતા શિક્ષણકાર્ય અને અભ્યાસક્રમ નું આયોજન બગડે છે. પરિણામે તે અભ્યાસક્રમમાં પાછળ પડી જતો હોય છે.
આવા બીજા ઘણા કારણો છે જેને લીધે શિક્ષકો એકમ કસોટી દૂર કરી ,મૂલ્યાંકન ની પ્રવૃત્તિઓ શિક્ષક ને જાતે નક્કી કરી બાળકને સર્વગ્રાહી શિક્ષણ આપવા રજૂઆત સોશ્યલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે.
આપનો શું અભિપ્રાય છે? આ વિશે કૉમેન્ટ કરી જણાવશો..અને બીજા કયા કારણો છે જેને કારણે એકમ કસોટી બંધ થવી જોઈએ તે પણ જણાવશો..













