Saturday, November 23, 2019

Central teacher eligiblity test admitcard december 2019

Central teacher eligiblity test admitcard  can be downloaded from official website of CTET. ctet.nic.in


CTET examination december 2019 will held on 8th december 2019.

To download Admitcard candidate needs to following steps

1. enter Application no.
2. Date of birth
3. Security pin
4. Click on the sign in tab

CTET paper 1 time 9.30 am to 12.00 noon.
CTET paper 2 time 2.00pm to 4.30 pm

The result of this examination may be declared within 6 weeks from the date of examination.

For more details about syllabus and entry time of examinations please visit the official website of CTET .


એકમ કસોટી ધોરણ ૩ થી ૫ પેપર સોલ્યુશન 23-11-2019

એકમ કસોટી પેપર સોલ્યુશન 23-11-2019

પ્રશ્ન1 વાર્તા વાંચી તેને આધારે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 10 marks

1.શેરસિંહ કયા જંગલનો રાજા હતો?
જવાબ - શેરસિંહ ચંપકવનનો રાજા હતો.

2. પુલ કેમ તૂટી ગયો હતો ?
જવાબ- ભારે વરસાદને કારણે નદી-નાળાં ઉભરાઈ જવાથી પુલ તુટી ગયો હતો.

3. પ્રાણીઓને કેવી તકલીફ પડતી હતી?
 જવાબ- પ્રાણીઓ જંગલમાં ખાવા માટે કે શિકાર માટે જઇ શકતા ન હતા.

4. મિકુ વાંદરો બધાની મુશ્કેલી દૂર કરવા માટે શું કરશે?
જવાબ- મિકુ વાંદરો બધાની મુશ્કેલી દૂર કરવા પથ્થર નો પુલ બનાવી આપશે.

5. 'ભારે વરસાદ 'એટલે કેવો વરસાદ?
જવાબ- બે ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડ્યા કરે અને નદી નાળા ઊભરાઈ જાય, એવા વરસાદને ભારે વરસાદ કહેવાય.

પ્રશ્ન2 નીચે આપેલી ઘટનાઓને ક્રમમાં ગોઠવી ફરીથી એવી રીતે લખો કે જેથી આખી ઘટના સમજાય. 6 marks

1. તે બાજુમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ.
2. ઓય, માં કરતી તે દોડી ગઈ.
3. દુકાનદારે કહ્યું 'લે ,'આ બિસ્કીટ કુતરા ને નાખીશ એટલે તે ઊભું રહી જશે.'
4. એક કૂતરું તેની પાછળ પડ્યું.
5. રિયા સ્કૂલેથી ઘરે આવતી હતી.
6. રિયાએ મલકાઈને દુકાનદારનો આભાર માન્યો.

જવાબ-
1. રિયા સ્કૂલેથી ઘરે આવતી હતી.
2. એક કૂતરું તેની પાછળ પડ્યું.
3. ઓય, માં કરતી તે દોડી ગઈ.
4.તે બાજુમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ.
5. દુકાનદારે કહ્યું 'લે ,'આ બિસ્કીટ કુતરા ને નાખીશ એટલે તે ઊભું રહી જશે.'
6.રિયાએ મલકાઈને દુકાનદારનો આભાર માન્યો.

પ્રશ્ન3 અ. અધૂરું વાક્ય પૂર્ણ કરો. Marks 6

1. મેં આજે નવા કપડાં પહેર્યા છે કારણકે આજે મારે લગ્નમાં જવાનું છે.
2. દિવાળીના વેકેશનમાં અમે મામા ના ગામ રહેવા જઈએ છે.
3. પપ્પા એ ના પાડી તોય મારા ભાઈએ મોબાઈલ લીધો.

પ્રશ્ન 3 બ. કૌંસમાં લખેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 6 marks

( પોટકું, ગાવાનો ,ખીલે ,ગોપુ,નજર ,ધોબી)

      ધબાકપૂર નામે એક ગામ. એમાં ધનુ નામે એક ધોબી રહે. આ ધોબી પાસે ગોપુ નામનો ગધેડો હતો. એને ગાવાનો અને ખાવાનો જબરો શોખ. કામ કરવું ન ગમે. રખડવુ ગમે. મેલા કપડાનુ પોટકું ઉપાડીને નદીએ જવાનું ન ગમે. જ્યારે લાગ મળે ત્યારે ધનુની નજર ચુકાવીને એ ભાગી જતો. પણ ધનુ ધોબી હોશિયાર હતો તે ગોપુ ને તરત શોધી કાઢતો ને ઘેર લાવી ખીલે બાંધી દેતો.

પ્રશ્ન4 અ. લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ વાપરી વાક્ય ફરીથી લખો. 6 marks

1. આંગણામાં પક્ષી ચણતું હતું. ( કાબર)
જવાબ- આંગણામાં કાબર ચણતી હતી.

2. ડોલ પાણીથી ભરેલી હતી.( માટલું)
જવાબ- માટલુ પાણીથી ભરેલું હતું.

3. નિલેશ હસતો હસતો દોડતો હતો.( નિશા)
જવાબ- નિશા હસતી હસતી દોડતી હતી.

પ્રશ્ન4 બ. આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાકય બનાવો.
6 marks

1. પ્રાર્થના,શાળા
જવાબ- અમે સવારે શાળામાં પ્રાર્થના કરીએ છે.

2. ટોપી ,સ્વેટર ,ઠંડી
જવાબ- ઠંડીથી બચવા ટોપી અને સ્વેટર પહેરો.

3. માછલી ,નદી, રંગબેરંગી
જવાબ- નદીમાં રંગબેરંગી માછલીઓ તરે છે.

પ્રશ્ન 5 નીચે આપેલ ટુચકો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
10 marks

1. ટિન્કુ ક્યાં ગયો છે ?
જવાબ- ટિન્કુ હજામની દુકાને ગયો છે.

2. ટિન્કુ ત્યાં શા માટે ગયો છે?
જવાબ- ટિન્કુ ત્યાં વાળ કપાવવા માટે ગયો છે.

3. બે વર્ષ પછી ટિન્કુ ની ઉંમર કેટલી હશે?
જવાબ- બે વર્ષ પછી ટિન્કુ ની ઉંમર ૧૧ વર્ષ હશે.

4.  ટિન્કુ દાઢી કેમ ન કરાવી શકે?
જવાબ-  માટે તે કાઢી નાખવા માંગો છો પિંકુ હજી નવ વર્ષની છે તેથી તેની ગાડીમાં વાર જોયા નથી માટે તે કાઢી નાખવા માંગો છો

5. હજામ શું કામ કરે છે?
જવાબ- હજામ વાળ કાપવાનું અને દાઢી બનાવાનુ કામ કરે છે.


આવા અન્ય પેપર સોલ્યુશન મેળવવા માટે મારા whatsapp નંબર 9033927943 પર મેસેજ કરો.

Friday, November 22, 2019

SEB Upcoming exams 2019 Dates news.

State Examination Board Gujarat Upcoming Examinations  2019 Dates are as following.

             SEB, Gujarat will conduct the various exams for students and jobs as NMMS,NTSE,PSE, Drawing etc. Here we have prepared a list of upcoming examinations of SEB. 

1. Elementary intermediate Drawing grade exam 2019
Examination date- Primary 8-12-2019
Secondary 14-12-2019, 15-12-2019

2.NMMS exam 2019
Examination date- Primary 22-12-2019

3. Primary and secondary Scholarship Exam 2019 -extended date
Examination date- Primary 01-12-2019

 For details about the examinations ,kindly visit the official website
sebexam.org.
Click here



Wednesday, November 20, 2019

શાળાનો યુ ડાયસ કોડ જાણવા માટે શું કરશો?

શાળાનુ ડાયસ કોડ જાણવા માટે લેવાના જરૂરી પગલા
         મિત્રો ,શાળાનુ ડાયસ કોડ એ ખૂબ જ મહત્વનો કોડ હોય છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકની વર્તમાન સ્થિતિ અને પાછલો રૅકોર્ડ જાણી શકાય છે. તેમજ તેના આધારે તેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. શાળાના  આધાર ડાયસ મા પણ યુ ડાયસ કોડ દાખલ કર્યા વગર વિદ્યાર્થીનું નામ શાળામાં ઉમેરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આવી પરિસ્થિતિમાં યુ ડાયસ કોડ ડિરેક્ટરી ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે તો ચાલો આપણે જાણીએ કે શાળાનો  યુ ડાયસ કોડ કેવી રીતે જાણી શકાય છે.
    
  શાળાનો યુ ડાયસ કોડ ૧૧ આંકડાનો હોય છે. શાળાનો યુ ડાયસ કોડ જાણવા માટે આપણે નીચે મુજબ ના પગલાનું અનુસરણ કરીશું.


1. ગુગલ સર્ચમાં યુ ડાયસ ડિરેક્ટરી U dise directory  ટાઈપ કરો. Search પર ક્લિક કરો.

2. ત્યારબાદ find U Disecode school directory link પસંદ કરી તેના પર ક્લિક કરો.

3. Link ખુલ્યા બાદ તેમાં સ્ટેટ સિલેક્ટ કરો Go પર ક્લિક કરો.

4. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ની યાદીમાંથી જીલ્લો પસંદ કરો. Go પર ક્લિક કરો.

5. આમ કરવાથી સંપૂર્ણ જિલ્લાનું યુ ડાયસ કોડ સાથેનું શાળાઓનું લિસ્ટ ડાઉનલોડ થઇ જશે જેમાં તમને જોઈતી શાળાની યુ ડાયસ ની માહિતી મેળવી શકો છો.

U dise code school ડિરેક્ટરી લીંક માટે નીચે ક્લીક કરો.

Click here

Tuesday, November 19, 2019

Bharti news GSEB sarkari madhyamik school. 2019

Bharti news GSEB madhyamik sarkari school. 2019

Application form will be submitted from 21th nov. to 30th nov. 2019 on the official website : https://gserc.in

For fillng the application
You need your documents' information as below.
1. TAT exam seat no.
2. Birthdate
3. B.A. marksheet details
4. B.Ed marksheet detail
5. M.A. marksheet details.
Or as equallant above.
You can read deails instructions on official website.
After submitting Application you will pay fee online.
Print fee receipt, Print application form and keep it. The news have been published in news papers today.


Monday, November 18, 2019

સવારે ગરમ પાણી પીવાના ફાયદા

સવારે ગરમ પાણી પીવાના ફાયદા
       
        મિત્રો આપણામાંથી ઘણા એવા હશે કે જેને વહેલી સવારે ઊઠીને ગરમ પાણી પીવાનું ના ગમે પરંતુ તેના ફાયદા વિશે જાણીને તમે પણ ગરમ પાણી પીવાનું ચાલુ કરી દેશો .સવારે વહેલા ઊઠીને ચા પીવાથી  એસીડિટી કે સાંધાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એની જગ્યાએ જો સવારે વહેલા ઊઠીને ગરમ પાણી પીવામાં આવે તો ખૂબ જ  લાભ થશે.

1.શરીરની પાચનશક્તિ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચેહરાનો તેજ વધે છે કરચલીઓ ઘટે છે.

2.શરીરમાં રક્તનું પરિભ્રમણ વ્યવસ્થિત અને નિયમિત બને છે.
સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. વૃદ્ધ વ્યક્તિઓ એ ખાસ કરીને આવી તકલીફો દૂર કરવા ગરમ પાણી પીવું જ જોઇએ .

3.ગરમ પાણી શરીરમાં રહેલાં ઝેરી તત્વોને દૂર કરે છે જેને કારણે શરીરમાં સ્ફૂર્તિ વધે છે ખીલની સમસ્યા દૂર થાય છે.

4.શરીરમાં જમા થયેલી વધારાની ચરબી અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે.

        આમ, ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે રોજ સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ગરમ પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે તો આવતીકાલે સવારે ગરમ પાણી પીવાનું ચાલુ કરો અને સ્વસ્થ જીવન જીવો.

ચેતવણી
    ખૂબ જ વધારે ગરમ પાણી પીવાથી દાઝવાની સંભાવના રહેલી છે માટે પાણીને પી શકો તેટલું ઠંડું થવા દેવું.