Wednesday, September 15, 2021

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એકમ કસોટી દૂર કરવા રજૂઆત

   સંપૂર્ણ વર્ષ પરીક્ષાલક્ષી અભિગમને કારણે વિદ્યાર્થીઓ ના ક્રિયાત્મક જ્ઞાનમાં કોઈ વિકાસ ન થવાનું કારણ એકમ કસોટી હોવાની રજૂઆત આખરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવતા બાળકોના સર્વગ્રાહી શિક્ષણ માટે ચિંતિત શિક્ષકોની વ્યથા આખરે તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે.

રજૂઆત મુજબ

1.એકમ કસોટીની પ્રક્રિયા ઘણી લાંબી છે. વધુ સમય માંગી લે છે. પેપર ડાઉનલોડ કરવા, તેની પ્રિન્ટ લેવી ,ઝેરોક્ષ કાઢવી ,કસોટી લેવી અને તપાસીને માર્કસ સ્કેન કરવા. આ માર્કસની અલગ પત્રકમાં નોંધ કરવી પડે છે.એકમ કસોટીઓમાં ભૂલોનો નિર્દેશ થી લઈને ઉપચારાત્મક કાર્ય માટે જરૂરી સૂચનો નો ઉલ્લેખ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારબાદ ઉપચારાત્મક કાર્ય માટે પણ  પ્રશ્નપત્ર બનાવી,પુનઃ કસોટીઓ લઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવાની પ્રક્રિયા જટિલ અને લાંબી છે .

2. તે ખૂબ જ ખર્ચાળ છે. શાળા વિકાસ ગ્રાન્ટ માંથી મોટા ભાગનો ખર્ચ એકમ કસોટીઓ ની ઝેરોક્ષ કાઢવામાં થતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આ ખર્ચને કારણે શાળા વિકાસ ના અન્ય કામો પર અસર પડે છે.

3. એકમ કસોટી બાળકના મગજમાં પરીક્ષા જ પરીક્ષા એવો હાઉ પેદા કરે છે અને સમય નો બગાડ છે .

4. આવા સમય ના બગાડને બદલે પત્રક A ભરવા માટે અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટેની સરળ રીતો ક્રિયાત્મક અને મૌખિક કસોટીઓ લઈ બાળકને સર્વગ્રાહી શિક્ષણ આપવાની તકોનું નિર્માણ કરવા શિક્ષકો સક્ષમ છે.
ઘણા શિક્ષકો સોશ્યલ મીડિયા પર ઘણા સમયથી એકમકસોટી દૂર કરવા માંગ કરી રહ્યા હતા.તો એના કારણો જાણીએ.

1.એકમ કસોટી એક લેખિત પરિક્ષા હોઈ, જ્યારે સતત સર્વગ્રાહી શિક્ષણમાં મૂલ્યાંકનની બીજી ઘણી રીતો નો ઉપયોગ કરવાનો અવકાશ છે 

2. ભાષા જેવા વિષયોમાં કથનની અ. નિ. વાર્તા કથન,સંવાદ કે પ્રસંગ કે કિસ્સાની રજૂઆત દ્વારા સિદ્ધ કરી શકાય છે જે તક એકમ કસોટી માં મળી શકતી નથી.

3. એકમ કસોટી માં કોઈ પ્રશ્નપત્રનું પરિરૂપ કે કઈ અધ્યયન નિષ્પતિઓ ના આધારે પ્રશ્નો આવવાના હોય તેની અગાઉથી કોઈ જાણ કરવામાં આવતી નથી જેના કારણે તેની પૂર્વ તૈયારી કરાવવી ખૂબ જ મુશ્કેલ બને છે અને જોઈએ એવું પરિણામ મળતું નથી.

4. પ્રક્રિયા ખૂબ જ લાંબી છે તેમજ તેમાં વાલીની સહી કરાવવા માટે બાળકો સાથે તેને મોકલાવી અને પરત લેવી વગેરેમાં પણ સમય જતો હોય છે.

5. ઘણી શાળાઓમાં એક જ શિક્ષક એકથી વધુ વિષયો ભણાવતા હોય છે તેવા શિક્ષક ના ફાળે એક જ મહિનામાં લેવાતી વિવિધ વિષયોની બધી જ એકમ કસોટીઓ બધા જ બાળકોની તપાસવાની કામગીરી આવી જતા  શિક્ષણકાર્ય અને અભ્યાસક્રમ નું આયોજન બગડે છે. પરિણામે તે અભ્યાસક્રમમાં પાછળ પડી જતો હોય છે.

       આવા બીજા ઘણા કારણો છે જેને લીધે શિક્ષકો એકમ કસોટી દૂર કરી ,મૂલ્યાંકન ની પ્રવૃત્તિઓ શિક્ષક ને જાતે નક્કી કરી બાળકને સર્વગ્રાહી શિક્ષણ આપવા રજૂઆત સોશ્યલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે.

      આપનો શું અભિપ્રાય છે? આ વિશે કૉમેન્ટ કરી જણાવશો..અને બીજા કયા કારણો છે જેને કારણે એકમ કસોટી બંધ થવી જોઈએ તે પણ જણાવશો..

Tuesday, September 14, 2021

કોરોનાથી સંક્રમિત થયેલ શિક્ષકોની ઓનડ્યુટી ગણવા બાબત નિયામકશ્રીનો પરિપત્ર


               તારીખ 14-9-21 ના પરિપત્રમાં નિયામક સાહેબની સુચના અનુસાર કોરોનાથી  સંક્રમિત થવાના શિક્ષકોના કિસ્સામાં ન્યાયપૂર્ણ વ્યવહાર અને ઓન ડ્યુટી ગણવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર થયેલ છે .

COVID-19 જુદા જુદા લોકોને અલગ અલગ રીતે અસર કરે છે. મોટાભાગના ચેપગ્રસ્ત લોકો હળવાથી મધ્યમ માંદગી વિકસાવશે અને હોસ્પિટલમાં દાખલ થયા વગર સ્વસ્થ થઈ જશે.
સૌથી સામાન્ય લક્ષણો:
1.તાવ
2.સૂકી ઉધરસ
3.થાક
4.ઓછા સામાન્ય લક્ષણો:
5.પીડા
6.સુકુ ગળું
7.ઝાડા
8 .આંખોમાં બળતરા
9.માથાનો દુખાવો
10.સ્વાદ અથવા ગંધની ખોટ
11ત્વચા પર ફોલ્લીઓ, અથવા આંગળીઓ અથવા અંગૂઠાનો રંગ બદલાય છે
પરિપત્ર ઉપર ક્લિક કરો 





SCE શૈક્ષણિક સાધનો 2020-21

          SCE અધ્યયન નિષ્પત્તિઓ મુજબ શૈક્ષણિક કામગીરી થાય તેવી અપેક્ષા ગુણોત્સવના મૂલ્યાંકન માટે આવનાર SI મિત્રો અને મોનીટરીંગ ટીમ દ્વારા રાખવામા આવે છે.SCE માં બાળકોની દરેક શક્તિ શારીરિક હોઈ કે માનસિક તેનો વિકાસ કરવાનો હેતુ રહેલો છે. તો શિક્ષણ કાર્ય દરમિયાન બાળકોની શ્રવણશક્તિ, આંખો ,હાથ,પગ ,મગજ બધું જ જ્ઞાન મેળવવામાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે તો અધ્યયન વધુ રસપ્રદ અને અસરકારક સાબિત થતું હોઈ છે. એના માટે શૈક્ષણિક સાધનો ખુબજ આવશ્યક છે.

       SCE ને અસરકારક કે રસપ્રદ બનાવવા માટે જરૂરી શૈક્ષણિક સાધનો ની યાદી અત્રે આપેલ છે. જે આપણા સૌને  દૈનિક આયોજન માં નોંધ કરવા માટે પણ ઉપયોગી થશે.શૈક્ષણિક સાધનો

1.સ્પીકર 

-કાવ્યનો રાગ શીખવવા, 

-પાઠ નું શ્રવણ

-સંવાદ નું શ્રવણ

2.પ્રોજેક્ટર

-પાઠનું નિદર્શન

-ફોટો,વિડિયો નિદર્શન

-ક્વિઝ માટે

3.ઓવર હેડ પ્રોજેક્ટર

-ફોટો નિદર્શન

4.સ્માર્ટ બોર્ડ

-ફોટો,વિડિયો,પાઠ નિદર્શન

-ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિ

-ક્વિઝ રમાડવા

5.ચાર્ટ ચિત્રો

-પ્રેઝન્ટેશન માટે

-જૂથ ચર્ચા માટે

6.નકશા

-સ્થળો બતાવવા

7.કાર્ડ

-રમત માટે

-ધ્યાન આકર્ષવા

8.ચિઠ્ઠીઓ

-રમત માટે

-પ્રવૃત્તિ સોંપવા

-વિષય પસંદગી

9. પપેટ્સ

-નિદર્શન માટે

10. માસ્ક

-નાટક માટે

11.મોડેલ

-નિદર્શન દ્વારા સમજ

12.સ્ટેચ્યુ

-નિદર્શન દ્વારા જીવનચરિત્ર

14. ફોટો

-નિદર્શન દ્વારા વાર્તા કે વર્ણન

       શિક્ષણ કાર્ય દરમિયાન સંસાધનો વાપરવાથી અધ્યયનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં જોડાઈ છે. અને બાળકો આ ડિજિટલ સંસાધનો ના આ યુગ માં તેના ઉપયોગ અને સંચાલન બાબતે પણ સમજ કેળવે છે.ઉપરાંત કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ તો આ સાધનો ના ઉપયોગ વગર સિદ્ધ થઈ સકે તેમ નથી..જેમ કે ઈમેલ મોકલવાની કે એસ એમ એસ મોકલવાની નિષ્પત્તિ. આપણે પણ આપણા વર્ગ માં આવા શૈક્ષણિક સાધનો રાખી,કયા કાવ્ય કે એકમ દરમિયાન કઈ પ્રવુત્તિ કરવાની છે અને તે દરમિયાન કયા સાધનો વાપરીને SCE ની સંકલ્પનાને સિદ્ધ કરવાની છે તેનું આયોજન કરવું જોઈએ.

આપ આ લેખ વિશેના આપના અભિપ્રાયો અને સૂચનો નીચે કૉમેન્ટ માં લખી શકો છો..




Monday, September 13, 2021

Rachnatmak mulyankan activities list 2021-22

     આપણે સૌ જાણીએ છીએ કે અધ્યયન નિષ્પત્તિ મુજબ આપણે રોજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની હોઈ છે.તેમજ સિદ્ધ થયેલ અધ્યયન નિષ્પત્તિઓ ની નોંધ રચનાત્મક મૂલ્યાંકન ના પુરાવા આપણે રાખવાના હોઈ છે.તો નીચે આપેલ ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિ ની પ્રવૃત્તિઓ આપણને શિક્ષણ કાર્ય કરાવતી વખતે મદદરૂપ થઈ સકે તેમ છે..

English અધ્યયન નિષ્પત્તિ ની અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે નીચે pdf આપેલ છે.

✅હવે EN 604 થી EN 611 સુધીની પ્રવૃત્તિઓ અને મૂલ્યાંકન પ્રક્રિયા પણ અપડેટ કરેલ છે. જોવા નીચે ની લીંક પર ક્લીક કરો.

✅હવે EN 612 થી EN 616 પ્રથમ સત્ર માટે જરૂરી તમામ અધ્યયન નિષ્પત્તિ ની પ્રક્રિયા અને મૂલ્યાંકન પદ્ધતિ અપડેટ થઈ ગઈ છે નીચે લિંક આપેલ છે. ક્લિક કરો.

✅ગુજરાતી વિષય ધોરણ 6 ની અ. નિ. 1 થી 6 અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકન માર્ગદર્શન જોવા નીચે લિંક પર ક્લિક કરો 

✅ધોરણ 7 ગુજરાતી વિષય G 701 થી G 715 સુધીની અ. નિ. પ્રશ્નો/ પ્રવુત્તિઓ ફાઇલ તૈયાર થઈ ગઈ છે. નીચે લિંક પર ક્લિક કરો.

✅ધોરણ 8 G801 થી G815 પ્રશ્નો/પ્રવુત્તિ રેડી ફાઇલ અપડેટ કરી દીધેલ છે.નીચે આપેલ લીંક પર ક્લિક કરો.


અધ્યયન નિષ્પત્તિ  સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ

1. પુસ્તક વાંચન, પુસ્તક સમીક્ષા

2. પ્રોજેક્ટ કાર્ય

3 .Assignment

4.મૌખિક કસોટી

5.લેખિત કસોટી (એકમ કસોટી)

6.ક્રિયાત્મક કસોટી

7.મુલાકાત પ્રશ્નોત્તરી

8.ક્વિઝ

9.જૂથ ચર્ચા

10.સંવાદ

11.નાટક

12.પ્રશ્નોત્તર ચર્ચા

13.ઇન્ટરવ્યુ

14. ચેક લીસ્ટ

15.રમત (શબ્દ રમત)

16.પેપર સોલ્યુશન

17. અભિપ્રાયવલી

18. ચાર્ટ -પોસ્ટર નિર્માણ

19.ઓનલાઇન ક્વીઝ 

20. બીલ ,રિસિપ્ટ, રેપર્સ નું વાંચન પ્રશ્નોત્તર

21. અભિનય( રોલ પ્લે)

22. વિવિધ સ્પર્ધાઓ 

               આ ઉપરાંત બીજી ઘણી પ્રવૃત્તિઓ શિક્ષકો સ્થાનિક પરિસ્થિતિ મુજબ વિચારીને કરાવી શકે. અલગ અલગ અધ્યયન નિષ્પત્તિ માટે કોઈ એક જ પ્રવૃત્તિ રાખવા કરતા વૈવિધ્ય સભર પ્રવૃત્તિઓ કરાવવું અધ્યયન અધ્યાપન ને વધુ અસરકારક અને રસપ્રદ બનાવે છે..અને સર્વાંગીણ શિક્ષણના હેતુને સિદ્ધ કરવા માટે પણ જરૂરી છે.

ગુજરાતી ધોરણ 8 માટે ઉપયોગી રચનાત્મક મૂલ્યાંકન માટે ઉપયોગી ફાઈલ માટે ક્લિક કરો..

ગુજરાતી ધોરણ ૮ રચનાત્મક મૂલ્યાંકન પ્રવૃત્તિઓ

STD 6 English અધ્યયન નિષ્પત્તિ 1 થી 3 પ્રક્રિયા

STD 6 EN 604 થી EN 611 અધ્યયન પ્રક્રિયા અને મૂલ્યાંકન

EN 612 થી EN 616 અધ્યયન પ્રક્રિયા અને મૂલ્યાંકન ડાઉનલોડ

ધોરણ 6 ગુજરાતી G 601 થી G 608 અધ્યાપન અને એકમ ડાઉનલોડ

ધોરણ 7 G701 થી G715 પ્રવુત્તિ/મૂલ્યાંકન ફાઇલ

ધોરણ 7 SCE પ્રવૃત્તિ helpful વિડિયો લીંક

ધોરણ 8 G801 થી G815 પ્રશ્નો/પ્રવુત્તિ મૂલ્યાંકન રેડી ફાઇલ ડાઉનલોડ








































Wednesday, April 14, 2021

નિદાન કસોટી માર્ક સ્કેનિંગ સમસ્યા અને ઉકેલ

         હાલ ધોરણ 6 થી 8 નિદાન કસોટી માર્ક સ્કેનિંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. નિદાન કસોટી ના માર્ક્સ ની એન્ટ્રી કરવાની છેલ્લી તારીખ 15-4-21 રાખવામાં આવેલ છે. સ્કેનિંગ ની પ્રક્રિયા દરમિયાન ઘણીવાર ટેકનીકલ અવરોધ ઊભો થતો હોય છે અને સ્કેનિંગ કરવામાં સમસ્યા નડે છે આ સમસ્યાઓ નીચે મુજબ હોઈ શકે છે.

1. એપ્સ માં ધોરણ અને વર્ગખંડની આગળનું મેનુમાં ન જઈ શકાય.

2. સ્કેનિંગ કરીને એન્ટ્રી કરેલા માર્ક સેવ all પર ક્લિક કરવા છતાં ગ્રીન ના થવા.

3. રિક્વેસ્ટ timeout નો મેસેજ નોટિફિકેશન દેખાશે.

4. પોતાના મોબાઈલમાં સેવ કરેલ હોવા છતાં yellow બોક્સ રહેવું અને બીજાના મોબાઈલ માં ગ્રીન થવું.

ઉકેલ

ઉપરોક્ત સમસ્યાના ઉકેલ માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો.

1. જો એપ્સ અપડેટ ન કરેલ હોય તો google play store માં જઈ એપ્સ અપડેટ કરો.

2. એપ્સ અપડેટ કરેલ હોવા છતાં જો ઉપરોક્ત સમસ્યાઓ જણાય તો સૌપ્રથમ લૉગ આઉટ થઈ જઈ ફરી થી લોગીન થાઓ. જરૂરી યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો. અને હવે પછીથી તમારી કામગીરી સરળતાથી કરી શકશો.

નોંધ- ઉપરોક્ત સમસ્યાઓ વ્યક્તિગત રીતે મને જણાતા મેં ઉપાયો અજમાવેલ છે. આશા રાખું છું કે ઉપરોક્ત ઉપાયો આપને સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થશે તેમ છતાં તમારી સમસ્યા ન ઉકેલાય તો સમસ્યા કોમેન્ટ કરજો અને તમે બીજો કોઈ રસ્તો અપનાવ્યો હોય તો તે પણ જણાવશો.

Friday, July 10, 2020

#4200Gujarat આંદોલન અંતર્ગત કેટલાક અન્ય રાજ્યોના પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે

      #4200Gujarat ગ્રેડ પે ના આંદોલનથી સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં ચર્ચા નો દોર શરૂ થયો છે. પ્રાથમિક શિક્ષકોને નવ વર્ષે આપવામાં આવતો grade pay અત્યાર સુધી 4200 હતો. જે ઘટાડીને 2800 કરી દેવાતા 2010 પછી ભરતી થયેલા શિક્ષકો માં નારાજગી પ્રવર્તી રહી છે કારણ કે તેમને મહિને સાતથી દસ હજાર જેટલા રૂપિયાનું નુકસાન થાય તેવી સ્થિતિ પેદા થાય છે. સરકાર ના જુના ઠરાવ અનુસાર શિક્ષકોમાં પ્રમોશનની ખૂબ જ ઓછી શક્યતાઓ હોવાને કારણે તેમને નવ વર્ષે 4200 grade pay આપી બઢતી આપવાની હોય છે. પરંતુ તે grade ઘટાડી 2800 કરી દેવાતા, શિક્ષકોને પુરી નોકરી દરમિયાન લાખો રૂપિયાનું નુકસાન થાય તેમ છે .જેથી ગુજરાતમાં # 4200Gujaratઆંદોલને ખૂબ વેગ પકડ્યો છે. અને અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી વધુ શિક્ષકોએ ટ્વીટર તેમજ ફેસબુક જેવા સોશિયલ મીડિયા ના માધ્યમોમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. તો બીજી બાજુ પ્રશાસન તરફથી મને કોઈ માહિતી નથી કે મને ખબર નથી તેવા  જવાબો આપવામાં આવી રહ્યા છે.
સૌજન્ય facebook

         ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકોને પ્રથમ પાંચ વર્ષ વિદ્યાસહાયક તરીકે નોકરી દરમિયાન હાલ 19,500 રૂપિયા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ તેમને 2400 ગ્રેડ પે ચૂકવીને ફુલ પગાર માં સમાવવામાં આવે છે. Google પર સર્ચ કરતા અન્ય રાજ્યો માં પ્રાથમિક શિક્ષકોને આપવામાં આવતા પગાર ની માહિતી નીચે મુજબ જાણવા મળેલ છે તો ચાલો દેશના અન્ય રાજ્યોના પ્રાથમિક શિક્ષકોને કેટલો પગાર આપી રહી છે તે જોઈએ.

રાજસ્થાન

   રાજસ્થાન સરકાર 3600 grade pay મુજબ 36500 જેટલો પગાર નોકરીની શરૂઆત થી પ્રાથમિક શિક્ષકોને આપી રહી છે રાજસ્થાનમાં હાલ કોંગ્રેસની સરકાર છે.

મધ્ય પ્રદેશ

      મધ્યપ્રદેશની ભાજપ સરકાર પ્રાથમિક શિક્ષકોને શરૂઆતના ત્રણ વર્ષ સુધી અનુક્રમે1700.,20240,22770 પગાર ચૂકવે છે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ 2400 ગ્રેડ પે પ્રમાણે 25500 જેટલો બેઝિક અને કુલ 31625 રૂપિયા મહિને પગાર ચૂકવે છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની યોગી સરકાર પ્રાથમિક શિક્ષકોને નોકરીની શરૂઆત થી 4200 ગ્રેડ પે મુજબ પગાર ચૂકવે છે. સાતમા પગાર પંચ મુજબ તેમને બેઝિક 35400 અને કુલ 40000 રૂપિયા જેટલો પગાર મળે છે. શહેરી વિસ્તારના શિક્ષકોને 42500 જેટલો પગાર મળે છે.

દિલ્હી 

દેશની રાજધાની દિલ્હીમાં કેજરીવાલની સરકાર છે અને ત્યાં પ્રાથમિક શિક્ષકોને મહિને 42,00 ગ્રેડ પે મુજબ બેઝિક 35400 અને કુલ પગાર 45700 સાતમા પગાર પંચ મુજબ મળે છે.


કેન્દ્રીય વિદ્યાલય

કેન્દ્રીય વિદ્યાલય માં પ્રાથમિક શિક્ષકોને નોકરીની શરૂઆતથી 4200 grade pay મુજબ પગાર ચૂકવવામાં આવે છે. 

તો હાલ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષકોનો પગાર નવ વર્ષે 4200 ને બદલે 2800 ગ્રેડ પે મુજબ આપવાનો નિર્ણય કર્યો છે જે બાબતે શિક્ષકોમાં નારાજગી અને વિરોધ નો ભાવ જન્મે તે સ્વાભાવિક છે ધોરણ-૬થી ૮માં ૨૦૧૦ પછી ભરતી થયેલા શિક્ષકો માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા જેટલી લાયકાત ધરાવતા છે તેથી તેઓ 4200 ગ્રેડ પે મુજબના પગારના હકદાર છે. તેમના સમર્થનમાં કેટલીક સામાજિક સંસ્થાઓ અને મીડિયા પણ આંદોલનમાં જોડાયા છે અને શિક્ષકોની માંગણી વ્યાજબી છે તે પૂર્ણ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. ઘણા બધા ધારાસભ્યોએ પણ સરકાર શ્રી ને તેમના લેટરપેડ પર લખાણ લખી શિક્ષકોની માંગણી પૂરી કરવા ભલામણ કરી છે. શિક્ષકોને હવે રાજ્ય શિક્ષક સંઘ તરફથી પણ પૂર્ણ સમર્થન મળ્યું છે. આગળ જતા આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નથી. જય શિક્ષણ.



Friday, March 27, 2020

Mrp થી વધુ ભાવ લેવાતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

          સરકારે દરેક ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરેલ છે. અને mrp ભાવ મુજબ જ દુકાનદારે ચીજ વસ્તુઓ વેચવા નો આગ્રહ રાખવામાં આવે છે .પરંતુ આમ છતાં કેટલાક લોકો lockdown જેવી સ્થિતિનો ફાયદો ઉઠાવી ચીજ વસ્તુઓની માંગ વધવાને કારણે વધુ કમાવવાની અપેક્ષા રાખે છે .અને ગ્રાહકોને mrp કરતા વધારે કિંમત રાખી છેતરે છે .આ એક ઉઘાડી લૂંટ કહેવાય અને કાળા બજારી કહેવાય, જો તમે પણ આવા અન્યાયનો ભોગ બનતા હોય તો અહીં આપેલ કસ્ટમર કેર નંબર તેમજ વેબસાઈટ ઉપર ઓનલાઇન ફરિયાદ કરી શકો છો. અને કાળા બજારી કરનાર વ્યક્તિઓને દંડ કરાવી શકો છો.

Thursday, March 26, 2020

ભરૂચથી કોરોના શંકાસ્પદ દર્દીઓ અંકલેશ્વર ભાગી આવ્યા.


      હાલ કોરોના એ જ્યારે કહેર વર્તાવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં એક માઠા સમાચાર આવ્યા છે. ભરૂચના ચાર શંકાસ્પદ કોરોના દર્દીઓ અંકલેશ્વર શહેરમાં ભાગી આવ્યા છે.
તેમની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
તેમને corentine રહેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે તે આદેશનું પાલન કર્યું નહીં અને ભાગીને અંકલેશ્વર શહેરમાં આવી ગયા હતા. જેથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.


        દેશભરમાં કોરોનાના દર્દી ની સંખ્યા આજે ૬૪૯ પહોંચી ગઈ છે. અને ૧૩ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે સૌ કોઈને પોતાના ઘરમાં જ રહી lockdown નો પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલીક જગ્યાએ હજી પણ ભીડ ઉમટી રહી છે અને આવા સમયે શંકાસ્પદ દર્દીઓ નું ભાગી જવું ઇન્ફેક્શન ફેલાવવા માટે કારણ બની શકે છે. માટે દરેક જણ સાવધાન રહે, સતર્ક રહે અને બની શકે તેટલું ઓછું ઘરમાંથી બહાર નીકળે એ જ માત્ર ઇન્ફેક્શન રોકવાનો એક ઉપાય છે.

Wednesday, March 25, 2020

કદાચ હડકવાની રસી ની જેમ જ કોરોના ની રસી શોધાઈ જાય તો કેટલું સારું

       તમે વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચર વિશે જાણો છો? નથી જાણતા. તમે એવું સાંભળ્યું જ હશે કે જો કોઈ વ્યક્તિ ને કુતરુ કે કોઈ હડકાયું પ્રાણી કરડે તો તેને ઇન્જેક્શન મૂકવા પડે છે. હડકવા ની દવા ની શોધ કોણે કરી હતી? હા એ વૈજ્ઞાનિક જેનું નામ લુઇસ પાશ્ચર છે તેમણે સૌપ્રથમ હડકવાની રસીની શોધ કરી હતી અને આ રસીની શોધ કરવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો.
          લૂઈ પાશ્ચર ના પિતા ચામડાના કારખાનામાં કામ કરતા હતા. તેઓ વિચારતા હતા કે ,જો હું વધારે ભણ્યો હોત તો આ કરતા વધુ સારું કામ અને સારી જિંદગી જીવતો હોત. ભલે હું વધુ ભણી ના શક્યો પણ મારા દીકરાને હું ભણાવીશ અને તેને સન્માનજનક જિંદગી અપાવીશ. આવું વિચારતા જ હતા ત્યારે તેમને ઘરેથી એક ખુશખબરી મળી કે તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને મનોમન તેમણે નક્કી કરી દીધુ કે તેઓ તેમના દિકરાને ભણાવી ગણાવીને ખૂબ જ સારી નોકરી અપાવશે પરંતુ તેમણે જ્યારે તેમના દીકરાને ભણવા માટે મૂક્યો ત્યારે તેમને ખબર પડી કે તેમનો દીકરો ભણવા માં ખુબ જ નબળો છે. સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ તેને મંદબુદ્ધિ કહીને બોલાવતા હતા.
             એવામાં જ એમના મહોલ્લામાં એક બનાવ બન્યો બાજુના જંગલમાંથી એક હડકાયુ વરુ મહોલ્લાના 8 એક માણસને કરડ્યું જેમાં પાંચ માણસો હડકવાના રોગનો શિકાર બની ગયા અને થોડા જ દિવસોમાં ખૂબ જ પીડા ભોગવી મૃત્યુ પામ્યા. નાનો લૂઈસ તેના પિતાને પૂછતો હતો કે શા માટે આપણે તેઓને બચાવી ન શક્યા! ત્યારે તેના પિતાએ ગુસ્સે થઈને તેને કહ્યું કે શા માટે તું ભણી ગણીને એમને બચાવવા માટેની દવા નથી શોધી શકતો? તને એટલી ચિંતા હોય તો તું ભણી ગણીને આવા વ્યક્તિઓને બચવવા માટેની દવા શોધ. આ વાતની નાના લૂઈ ના મન પર ખૂબ જ મોટી અસર થઇ અને તેને થયું કે ભણવા ગણવા થી લોકોના જીવ બચાવી શકાય છે. તેથી તેણે ભણવામાં મન લગાવવાનું ચાલુ કર્યું અને ભણી ગણીને તે વધુ અભ્યાસ માટે શહેર ગયો. ત્યાં તેમણે બાયોલોજી નો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું.
              અભ્યાસની સાથે સાથે તેમના પ્રયોગ કરવાનું પણ ચાલુ જ હતુ. તેવામાં તેમના એક મિત્રે તેમને કહ્યું કે, તેની પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓ હેજા જેવા રોગને કારણે મૃત્યુ પામી રહી છે ત્યારે લુઇએ એક મરઘી કે જે આ રોગને કારણે મૃત્યુ પામી હતી તેનુ લોહી લઇ તેમાંથી હેજાના જીવાણુને અલગ કર્યા અને તેને નમક સાથે મિક્સ કરીને નિષ્ક્રિય કરી દીધા. આ રીતે નિષ્ક્રિય કરેલા જંતુઓને તેમણે સ્વસ્થ મરઘીઓ કે જેમને કોઈ પણ પ્રકારનો રોગ ન હતો તેમાં દાખલ કર્યા અને પછી ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા . અન્ય મરઘીઓ ની સરખામણીમાં નિષ્ક્રિય જીવાણુ દાખલ કરેલ મરઘીઓ ખૂબ જ સ્વસ્થ રહેતી હતી . અને તેમને જિંદગીભર કોઈપણ રોગ ન થયો ત્યારબાદ તેમણે જાણ્યું કે દૂધની અંદર રહેલા જીવાણુઓ દૂધને વાસી બનાવવાનું કામ કરે છે . તે તેમણે ગરમ દૂધ કરીને દૂધની અંદર રહેલા જીવાણુને મારી નાખ્યા અને ત્યારબાદ ઠંડું કર્યું તેનાથી દૂધ થોડું જલ્દી વાસી થતું ન હતું. આ રીતે ખાદ્ય પદાર્થોમાં રહેલા જીવાણુઓ શોધવાનું કામ લૂઈએ સૌપ્રથમ કર્યું હતું. 
            લૂઈએ તેની શોધ આગળ વધારી અને વિચાર્યું કે નક્કી છે કે માણસના શરીરમાં પણ આવા કોઈ જીવાણુઓ હોવા જોઈએ કે જે માણસના બીમાર પડવા માટે કારણ હોઈ શકે છે. પછી તેમણે તેમનુ બચપણ નું સપનું હડકવા ની દવા શોધવાનું આ પરથી નક્કી કર્યું. લુઇસ પાશ્ચર તે પછી રાત દિવસ હડકાયેલા કૂતરાને શોધવામાં લાગી પડયા અને પોતાના જીવની પરવા કર્યા વગર તેમને કોઈપણ  હડકાયું કૂતરું મળે તો તેને પકડી લાવતા હતા અને તેના પર પ્રયોગો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે હડકાયેલા કૂતરાની અંદરથી હડકવાના વાયરસ નો નમુનો લઈને આ વાયરસને નિષ્ક્રિય કર્યા. નિષ્ક્રિય વાયરસને તેમણે ઇન્જેક્શન વડે સ્વસ્થ કુતરાના શરીરમાં નાખ્યા. ત્યારબાદ તેમણે આ કૂતરાના શરીરમાં સક્રિય હડકવાના વાયરસ પર નાખ્યા અને ખૂબ જ નવાઇની વાત એ હતી કે આ કૂતરાને હડકવા થયો ન હતો અને કૂતરો એકદમ સ્વસ્થ રહ્યો હતો. એ વાત જાણીને લૂઈને ખૂબ જ આનંદ થયો પરંતુ માણસો પર પ્રયોગ કરવાનો હજી બાકી હતો. અને માણસો પર પ્રયોગ સફળ થશે કે કેમ એ ચિંતાની વાત હતી. 
        એટલામાં જ એક સ્ત્રી કે જેના બાળકને હડકાયું કૂતરું કરડ્યું હતું , તેના ઈલાજ માટે લુઇસને તે કાલાવાલા કરી રહી હતી.લૂઈને થયુ કે જો બાળકને તેમણે બનાવેલી રસીનુ ઈન્જેકશન આપવામાં ન આવે તો બાળક થોડા દિવસમાં મૃત્યુ પામશે . તેથી તેમણે જોખમ લેવાનું નક્કી કર્યું અને બાળકને ખૂબ જ નાનો દોઝ ઇન્જેક્શન આપવામાં આવ્યું જેની બાળક ઉપર સારી અસર જોવા મળી અને બાળક ધીમે ધીમે સારું થવા લાગ્યું. ત્યારબાદ તેમણે ડોઝ નું પ્રમાણ વધાર્યું અને બાળક એકદમ સ્વસ્થ થઈ ગયો. બાળક ને તેના જીવનમાં ક્યારેય હડકવા ન થયો અને આ રીતે હડકવાની રસીની શોધ થઈ .
         પહેલાના જમાનામાં હડકવાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ આ રસી બધા માટે સંજીવની સાબિત થઈ. ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ બીજા અનેક રોગોની રસી ની શોધ આ રીતે કરી અને આજે આપણે જોઈએ છીએ કે ભયંકર રોગોમાં રોગોની રસી ની શોધ ને કારણે આપણે બધા સ્વસ્થ જીવન જીવી શકીએ છે.  ભગવાન કરે કે કોરોનાની રસી ની શોધ પણ લૂઈ ની જેમ કોઈક વૈજ્ઞાનિક કરી દે .લૂઈ રસીની શોધને કારણે પોતાના પારિવારિક જીવન સુખમય રીતે વીતાવી શકયા નહીં, તેમની ત્રણેય દીકરીઓ બ્રેન ટ્યુમર અને ટાઈફોડ જેવા રોગને કારણે મૃત્યુ પામી. તેમજ તેમની પત્ની પણ પતિ કામમાં વ્યસ્ત રહેતા હોવાને કારણે એકાંતમાં માનસિક અવસ્થા ખરાબ કરી બેઠી હતી અને પરંતુ લૂઈએ તેના પરિવાર  કરતા પોતાના સમાજ કલ્યાણના કામને વધુ મહત્વ અને તેને કારણે આજે આપણે સૌ સ્વસ્થ જીવન જીવી શકીએ છે. લુઇસ પાશ્ચરને મારા કોટી કોટી વંદન.

Tuesday, March 24, 2020

હંતા વાયરસ વિશે જાણો..

       મિત્રો હાલમાં તમે ન્યુઝ ચેનલ ઉપર એક નવા વાયરસ વિશે સાંભળ્યો જ હશે આ વાયરસ ચીનમાં યુનાન પ્રાંતમાં એક વ્યક્તિના મોત નું કારણ બને છે. આ વાયરસ નું નામ છે હંતા વાયરસ. આ વાયરસ શું છે? ક્યાંથી આવ્યો અને કેવી રીતે તેનો ચેપ લાગે છે વગેરે વિશેની જાણકારી આ લેખમાં તમને મળી રહેશે.

        હંતા વાયરસ એ ઉંદરોના મળ મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યો માં રહેતા હોય છે પરંતુ ઉંદરોને બીમાર કરતા નથી. ઉંદરોના ઉત્સર્ગદ્રવ્યોના સંપર્કમાં આવવાથી માણસોની અંદર આ રોગ થતો જોવા મળે છે. આ રોગથી બચવા માટે ઘરમાંં ઉંદરોની અવર-જવર અટકાવવી. એવું ખૂબ જ ઓછું જોવા મળ્યું છે કે આ વાયરસનો ફેલાવો એક માણસથી બીજા માણસમાં થતો હોય. એટલે કે આ વાયરસ કોરોના જેવો ઝડપી અને ખતરનાક નથી. કોરોના ની જેમ આ વાઇરસ પણ માણસના શ્વસનતંત્ર પણ અસર કરે છે. આ રોગથી બચવા સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે.
       આ વાયરસ થી થતા રોગ ના લક્ષણો માં તમને માથાનો દુખાવો,તાવ,ડાયરિયા તેમજ શ્વસનમાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વાયરસની હજી સુધી કોઈ રસી શોધવામાં આવી નથી. સમયસર ઈલાજ માત્ર તેનો ઉપાય છે. સમયસર ઈલાજના કરવાથી ન્યુમોનિયા થઇ જાય છે અને અંતે મોતનું કારણ બને છે.

Lockdown દરમિયાન સમય પસાર કરવા માટેની પ્રવૃતિઓ

      મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલ રાતથી ગુજરાત રાજ્યમાં તારીખ 31 માર્ચ સુધી lockdown જાહેર કરેલ છે. અને કોઈપણ વ્યક્તિને અનિવાર્ય સંજોગો સિવાય બહાર
નીકળવાની પરવાનગી નથી. તો આપણે સૌએ પોતાના ઘરમાં જ રહીને આપણા ઘરને સલામત રાખવા માટે પ્રયત્નશીલ રહેવાનું છે. આમ, કરવાથી જ આપણે સૌ કોરોના સામેની જંગ જીતી શકીએ તેમ છે. તો આ સમયને કેવી રીતે પસાર કરવું? આ સમયે એવી તો કઈ પ્રવૃત્તિઓ કરવી જેથી કરીને આપણને કંટાળો ન આવે? તેમજ પ્રવૃત્તિઓ આપણને ઉપયોગી નીવડે અને જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ થાય. તો તેના માટે કેટલીક જરૂરી પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. આશા રાખું છું કે આપ સૌને એ કામ લાગશે.

1. આપણે સૌ કાયમ ફરિયાદ કરીએ છીએ કે કામના સ્થળે આપણને સમય જ નથી. મળતો જેથી કરીને આપણે કોઈ પુસ્તક વાંચન કરી શકતા નથી. સૌ પ્રથમ તો આપણા ઘરમાં પડેલા પુસ્તકો શોધીએ, અને ઘરમાં એક સરસ મજાના પુસ્તકાલય નું નિર્માણ કરીએ. તમે જોયું હશે કે વકીલો તેમજ મંત્રીશ્રીઓ ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ દરમિયાન તેમના ઘરના  પુસ્તકાલયના બેકગ્રાઉન્ડ સાથે ઈન્ટરવ્યૂ આપતા હોય છે. આપણે પણ એવા ઘણા પુસ્તકો નું એક પુસ્તકાલય ઘરમાં બનાવીએ અને આ સમય દરમિયાન તે પુસ્તકોનું વાંચન કરીને જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરીએ ,જે આપણને ખૂબ જ ઉપયોગી થશે. ઘરમાં પુસ્તકો ઉપલબ્ધ ના હોય તો હવે તો મોબાઈલ માંથી પણ ડાઉનલોડ કરીને પુસ્તકોનું વાંચન કરી શકીએ છે. આપણે વાંચેલ પુસ્તકોની યાદી બનાવીએ.

2. ઘરની વ્યવસ્થિત સફાઈ
મોટેભાગે આપણે દિવાળી હોય ત્યારે ઘરની સફાઈ કરીએ છીએ .પરંતુ હાલના સમયમાં સાફ-સફાઈ જાળવવી ખૂબ જ જરૂરી છે .જેથી કરીને બીમારીથી બચી શકાય માટે આપણા ઘરને વ્યવસ્થિત રીતે સાફ કરીએ તેમજ ઘરની ચીજવસ્તુઓ ની યોગ્ય ગોઠવણ કરીને ઘરની સુંદરતામાં પણ વધારો કરી શકીએ છીએ. ઘરની નાની નાની વસ્તુઓ જેને રોજેરોજ સફાઈ શક્ય નથી તેને શોધી ત્યાં પણ સફાઈ કરીને ઘરને ચોખ્ખું ચણાક બનાવી શકીએ છીએ.

3. હાસ્ય માટે youtube વિડીયો જોવા.
નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રસન્ન રહેવાથી  આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેથી મોબાઈલમાં યૂ ટ્યૂબ પર હાસ્ય કાર્યક્રમો તેમજ આ વિડીયો જોવાથી આપણને પ્રસન્ન રહેવાનો હસતા રહેવાનું મોકો મળશે અને સાંભળેલ હાસ્ય પ્રસંગો બીજાને હસાવવા માટે પણ કામ લાગશે.

4. વીડિયો કોલિંગ
જરૂરી નથી કે મિત્રોને મળવા થી જ વાતચીત થાય અને સંબંધો જળવાઈ રહે પરંતુ હાલના સમયે વીડિયો કોલિંગ વડે તેમજ કોન્ફરન્સ કોલ દ્વારા એકથી વધુ મિત્રો સાથે તમે મળી શકો છો.અને આ રીતે વિડીયોકોલ થી તમે સંક્રમિત થવાથી પણ બચી શકો છો.

5. પ્રેરક પ્રસંગો  સાંભળવા.
જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાની ખૂબ જ જરૂર હોય છે. આવા સમયે આપણે હિંમત રાખવા માટે તેમજ સફળ બનવા માટે સફળ વ્યક્તિઓના જીવનની કથાઓ સાંભળીએ અને કેટલાક વ્યક્તિઓના પ્રેરણાદાયી ઉદબોધન સાંભળીએ. જે આપણને કોઈપણ કપરી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જરૂરી પીઠબળ પૂરું પાડશે.

6. યોગાસનો અને પ્રાણાયામ
યોગાસન અને પ્રાણાયામ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ મહત્વના છે. શાળાઓમાં હવે દરેક બાળકો અને શિક્ષકો યોગ ક્રિયાઓ કરે છે. પરંતુ તેને એટલો બધો ન્યાય આપી શકાતો નથી. ઘરે આપણને હવે પૂરતો સમય મળ્યો છે ત્યારે આપણે યોગાસનો અને પ્રાણાયામનો પૂરતો મહાવરો કરીને શરીરને સ્વસ્થ રાખી શકીએ છે .તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોના ને માત આપી શકીએ છીએ.

7. અંગ્રેજી બોલતા શીખવું
તમને અંગ્રેજી બોલતા આવડે છે તો તે ખૂબ જ સારી વાત છે પરંતુ અંગ્રેજી જેને બોલતા નથી આવડતું તેવા વ્યક્તિઓ હંમેશા ઇચ્છા રાખતા હોય છે કે તેને પણ અંગ્રેજી બોલતા આવડે તો આવા સમયે તમે અંગ્રેજી ભાષા બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો youtube ઉપર ઘણા બધા વિડીયો પ્રાપ્ત છે કે જ્યાં તમને અંગ્રેજી ભાષા બોલવાની સમજ અને મહાવરો મળી રહેશે. અંગ્રેજી ભાષા બોલવાથી તમારા કાર્યક્ષેત્રમાં તમારી અલગ છાપ ઊભી થશે .

8. અવનવી વાનગીઓ, રસોઈ બનાવતા શીખવું.
ખાવાના શોખીન માટે ખૂબ જ સારો સમય છે કે તેઓ અવનવી વાનગીઓ બનાવતા શીખે તેમજ પોતાની મનપસંદ વાનગી નો આનંદ ઉઠાવી શકે છે આ માટે ઇન્ટરનેટ પર ઘણી બધી વાનગીઓની રેસીપી મળી રહેશે.

9. ઈલેક્ટ્રીક ચીજવસ્તુઓ અને મરામત તેમજ વાહનોની કાળજી
આપણા ઘરમાં ઘણી કીમતી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. જેમ કે ટીવી, ફ્રિજ, એસી ,કમ્પ્યુટર, પંખા વગેરે ચીજવસ્તુઓની સફાઈ તેમજ તેમની સારસંભાળ આ સમયે લઈ શકાય છે તદુપરાંત આપણા વાહનોની સફાઈ તેમાં આવેલી નાની મોટી ખામીઓ જે આપણે પોતે પણ રીપેર કરી શકતા હોય તો આવા સમયે આપણે તે કરવું જોઈએ.

10. બાળકો સાથે સમય પસાર કરવો.
આપણા ઘરના બાળકો અત્યારે ઘરે જ છે હાલ એવો સમય છે કે પરિવારના બધા સભ્યો ને એકસાથે ભેગા મળીને સાથે રહેવાનો મોકો મળ્યો છે તો આવા સમયે બાળકો સાથે ઇન્ડોર રમતો રમવી જોઈએ ઇન્ડોર રમતો માં ખાસ કરીને ચેસ, કેરમ, સાપસીડી, અંતાક્ષરી વગેરે રમીને સમય પસાર કરી શકાય છે અને બાળકોને પણ ખુશ રાખી શકાય છે.

11. તમને મનપસંદ મૂવી જોવું.
હાલ જે સમય છે તે દરમિયાન આપણે આપણું મનગમતું મુવી ટીવી ઉપર જોઈ શકે છે ઘણા બધા નવા મુવી આપણને youtube ચેનલ પર પણ મળી જશે આપણે આ મૂવી જોઇને આપણો સમય પસાર કરી શકીએ છીએ.
આ ઉપરાંત તમારા મનમાં કોઈ પ્રવૃત્તિ હોય કે જે કરી શકાય તેમ હોય તો જણાવવા વિનંતી.

Sunday, March 22, 2020

જાણો ક્યાં ઉડ્યા કોરોના અંગેની વડાપ્રધાન ની સૂચના ના ધજાગરા?

  આ લોકોએ વડા પ્રધાનની અપીલને ગંભીરતાથી લીધી નથી.
સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ
         આપણે સહુ જાણીએ છે કે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. અને આપણા ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ તેણે ખુબ જ ટૂંકા સમયમાં પગપેસારો કરી દીધો છે. આખા ભારત દેશમાં તારીખ 22 /3 /2020 સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો ૩૪૫ થઈ ગયો છે અને મૃત્યુ આંક 7 થઈ ગયો છે.
સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ
            તેને ધ્યાનમાં લઈ આપણે સૌએ આપણા પરિવાર સાથે સલામત રહેવા માટે ઘરમાં જ રહેવું યોગ્ય ગણાય અને તે માટે આપણી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પણ વારંવાર સૂચના આપી રહી છે. ગઈકાલે પ્રશાસન દ્વારા તેમજ માનનીય વડાપ્રધાન મોદી દ્વારા આજરોજ જનતા કરફ્યુ રાખી કોરોના નો સામનો કરવાની વાત હતી. જેમાં દેશના તમામ લોકો જોડાયા હતા અને બધા પોતાના ઘરોમાં રહીને જનતા કરફ્યુ ને સફળ બનાવ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પોતાની ગેલેરીમાં અથવા દરવાજા પર ઊભા રહીને સૌએ તાળીઓ વગાડીને અને થાળી વેલણ વગાડીને જનતા કરફ્યુ ના દિવસે સેવા આપનાર પોલીસ કર્મીઓ સ્વયંસેવકો નો આભાર માનવાનો હતો. પરંતુ કેટલાક લોકો કોરોના અંગે હજી પણ જાગૃત ના હોય તેવી રીતે વર્તી રહ્યા હતા. તેઓ સમૂહમાં ભેગા થઈ થાળી વેલણ ઢોલ વગેરે લઈ રેલી કાઢી હતી. અને વડાપ્રધાનની સુચનાઓનો છડેચોક ભંગ કર્યો હતો. જે બાબત ખૂબ જ નિંદનીય છે કોરોના રોગની ગંભીરતાને ધ્યાને લઇ આપણે સૌએ આવી બેદરકારી દાખવવી ન જોઈએ તેમજ સમૂહમાં ભેગા થવાનું ટાળવું જોઈએ. જાણો, કઈ જગ્યાએ આ પ્રકારની નિષ્કાળજી જોવા મળી? જોવા માટે  ઇમેજ પર ક્લિક કરો
તસવીર સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ


Thursday, February 13, 2020

શિક્ષણમાં ગુણવત્તા માટે ઠરાવ 2020-2021 પરિપત્ર

શિક્ષણમાં ગુણવત્તા માટે ઠરાવ 2020-2021  પરિપત્ર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઇબી) સાથે જોડાયેલ તમામ , સરકારી સહાય, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં રાજ્યની શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાના ભાગ રૂપે, રાજ્ય સરકારે આજે આગામી શૈક્ષણિક વર્ષ 2020-21થી અમલમાં મૂકવાના કેટલાક નોંધપાત્ર નિર્ણયો લીધા છે. .
૧. જીએસએચએસઇબી અને ડિરેક્ટર, પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ તમામ શાળાઓ, રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થયેલ એનસીઇઆરટી પાઠયપુસ્તકોની ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.
2. એકેડેમિક કેલેન્ડર અને અભ્યાસક્રમ સમયપત્રકની સામાન્ય સિસ્ટમનું પાલન કરવાનુ રહેશે .
3.ઉપરની તમામ શાળાઓમા ઓક્ટોબરમાં સેશનલ પરીક્ષાઓનું કેન્દ્રિય મૂલ્યાંકન અને દર વર્ષે માર્ચમાં વાર્ષિક પરીક્ષાઓ અને જી.એસ.એચ.એસ.ઇ.બી. અને જી.સી.ઇ.આર.ટી. દ્વારા લેવાનારી - એકમ કસોટી ધોરણ 3 થી 8 ની તમામ ગ્રેડમાં સામયિક રચનાત્મક પરીક્ષાઓનું પાલન કરવાનું કરશે.
4.Government. સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો વચ્ચે નોંધપાત્ર ક્રોસ-લર્નિંગ થશે જેથી તેઓ એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિથી લાભ મેળવી શકે.
5. જી.સી.ઇ.આર.ટી. અને ડી.આઈ.ટી.એસ. ખાસ કરીને ફાઉન્ડેશનલ લર્નિંગમાં સ્વ-ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોને તમામ શૈક્ષણિક અને શિક્ષણ વિષયક સહાયનો વિસ્તાર કરશે.
આ કેન્દ્રીયકૃત આકારણીઓ સીસીસી દ્વારા મોનીટર થયેલ પરિણામોની Data ઓનલાઇન ડેટા એન્ટ્રી દ્વારા રાજ્યના દરેક બાળકની શૈક્ષણિક પ્રગતિને શોધી કાઢવામાં મદદ કરશે અને આ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે બાળકો ગ્રેડ-યોગ્ય લર્નિંગ પરિણામ અને ઉચ્ચ કક્ષા વિચારસરણી કુશળતા પ્રાપ્ત કરે.
આનાથી ગુજરાતમાં સ્કૂલ એજ્યુકેશનને મજબુત બનાવવામાં આવશે .અને અમારા વિદ્યાર્થીઓને જેઇઇ, એનઈઈટી વગેરે જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં સ્પર્ધાત્મક ઉત્સાહ મળશે અને 2024 સુધીમાં પીઆઇએસએ જેવા આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન માટે તૈયાર કરવામાં મદદ કરશે.

આ અંગેનો 2020- 21  ઠરાવ ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ છે જેનો પરિપત્ર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

Download Paripatra