આ લોકોએ વડા પ્રધાનની અપીલને ગંભીરતાથી લીધી નથી.
સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ
આપણે સહુ જાણીએ છે કે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. અને આપણા ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ તેણે ખુબ જ ટૂંકા સમયમાં પગપેસારો કરી દીધો છે. આખા ભારત દેશમાં તારીખ 22 /3 /2020 સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો ૩૪૫ થઈ ગયો છે અને મૃત્યુ આંક 7 થઈ ગયો છે.
સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ
તેને ધ્યાનમાં લઈ આપણે સૌએ આપણા પરિવાર સાથે સલામત રહેવા માટે ઘરમાં જ રહેવું યોગ્ય ગણાય અને તે માટે આપણી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પણ વારંવાર સૂચના આપી રહી છે. ગઈકાલે પ્રશાસન દ્વારા તેમજ માનનીય વડાપ્રધાન મોદી દ્વારા આજરોજ જનતા કરફ્યુ રાખી કોરોના નો સામનો કરવાની વાત હતી. જેમાં દેશના તમામ લોકો જોડાયા હતા અને બધા પોતાના ઘરોમાં રહીને જનતા કરફ્યુ ને સફળ બનાવ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પોતાની ગેલેરીમાં અથવા દરવાજા પર ઊભા રહીને સૌએ તાળીઓ વગાડીને અને થાળી વેલણ વગાડીને જનતા કરફ્યુ ના દિવસે સેવા આપનાર પોલીસ કર્મીઓ સ્વયંસેવકો નો આભાર માનવાનો હતો. પરંતુ કેટલાક લોકો કોરોના અંગે હજી પણ જાગૃત ના હોય તેવી રીતે વર્તી રહ્યા હતા. તેઓ સમૂહમાં ભેગા થઈ થાળી વેલણ ઢોલ વગેરે લઈ રેલી કાઢી હતી. અને વડાપ્રધાનની સુચનાઓનો છડેચોક ભંગ કર્યો હતો. જે બાબત ખૂબ જ નિંદનીય છે કોરોના રોગની ગંભીરતાને ધ્યાને લઇ આપણે સૌએ આવી બેદરકારી દાખવવી ન જોઈએ તેમજ સમૂહમાં ભેગા થવાનું ટાળવું જોઈએ. જાણો, કઈ જગ્યાએ આ પ્રકારની નિષ્કાળજી જોવા મળી? જોવા માટે ઇમેજ પર ક્લિક કરો
તસવીર સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ



No comments:
Post a Comment