Friday, November 29, 2019

ટોલટેક્સ ની લાંબી કતાર માંથી મુક્તિ માટે ફાસ્ટ ટેગ ફરજિયાત કરવામાં આવશે


  • તમારા ફોરવીલ ને જો ટોલટેક્ષની લાંબી લાઈનમાં ઉભા રહેવા માથી મુક્તિ આપવા માંગતા હોય તો આજે જ ફાસ્ટ ટેગ મંગાવી લો.
  • સરકારે ફાસ્ટ ટેગ ની સમય મર્યાદા પહેલી ડિસેમ્બરથી વધારી 15 ડીસેમ્બર સુધી કરી આપી છે.
  • 15 ડિસેમ્બર પછી NHAI ના દરેક ટોલટેક્ષ પર ફાસ્ટ ટેગ ફરજિયાત કરી દેવામાં આવશે.

  • ફાસ્ટ ટેગ મેળવવા માટે શું કરશો?

       ફાસ્ટ ટેગ હાલ NHAI ના ટોલટેક્ષ પર નજીવી કિંમતે મળી રહ્યા છે.ટોલટેક્સ ઉપર થી ફાસ્ટ ટેગ મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.તદ ઉપરાંત કેટલીક બેન્કો પણ ફાસ્ટ ટેગ નું વેચાણ કરી રહી છે.



  • ફાસ્ટ ટેગ શું છે?


          ફાસ્ટ ટેગ એ તમારા ફોરવીલ ના આગળના ભાગમાં લગાડવામાં આવે છે કે જેને સ્કેનર દ્વારા સ્કેન કરીને ટોલ ટેક્ષની રકમ તમારા ફાસ્ટ ટેગ સાથે જોડેલ ખાતામાંથી કાપી લેવામાં આવે છે અને કપાઈ ગયેલ રકમનો એસએમએસ તમારા મોબાઈલ પર મળી જાય છે એને કારણે વાહનોની લાંબી કતાર લાગતી નથી અને ખૂબ જ ઝડપથી ટોલટેક્સ લેવાની પ્રક્રિયા થાય છે. તદ્ઉપરાંત ફાસ્ટ રિચાર્જ કરવાની ફેસિલિટી પણ છે



  • ફાસ્ટ ટેગ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ?
                    ફાસ્ટ ટેગ મેળવવા માટે તમારું આઇડી કાડૅ,
તમારા વાહનની આરસી બુક. અને ડ્રાઇવિંગ લાઇસન્સ બસ આટલા જ ડોક્યુમેન્ટ જરૂરી છે.

Tuesday, November 26, 2019

GSEB shiksan sahayak for correction in application news

GSEB Shikshan Sahayak bharti 2019
News update.

          જો તમે પણ gseb શિક્ષણ સહાયક ભરતી માં અરજી કરી દીધી હોય અને તેમાં કંઈક ભૂલ કે ક્ષતિ રહી ગઈ હોય તો હવે તમને ફરી એકવાર તેમાં સુધારો કરવાની તક મળી શકે છે .તે માટે તમે બીજી ડિસેમ્બરથી ચોથી ડીસેમ્બર દરમ્યાન તમારી અરજી માં જરૂરી સુધારો કરી શકો છો.
   
      તે માટે સંસ્થા દ્વારા આપના મોબાઇલ પર મેસેજ કરીને પણ જાણ કરવામાં આવેલ છે તમારા મોબાઈલ પર નીચે મુજબનો મેસેજ કરી તમને જાણ કરવામાં આવેલ છે.


TAT Application editing will be enabled from 2 to 4 December 2019 for those candidates who want to make the correction in the form.

       તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઉપર મુજબનો મેસેજ મળેલ હશે. જેનાથી તમને ઓફીયલ વેબસાઈટ પર જઈને મેસેજ માં જણાવેલ તારીખ મુજબ કરેક્શન કરવા માટેની જાણ કરવામાં આવી છે. ઉપરાંત તમે વેબસાઈટ પર જઈને આપેલ સુચના વાંચી શકો છો.


    સરકારી માધ્યમિક માટે માધ્યમિકમાં જવા માંગતા કે ઉચ્ચતર માધ્યમિકમાં જવા માંગતા હોય તો જરૂરી એન.ઓ.સી બાબતના ન્યુઝ પણ હવે પછી અપડેટ કરીશ આ બ્લોગની વિઝીટ કરતા રહેશો..
https://chandravadanparmar.blogspot.com

Monday, November 25, 2019

GSEB shiksan sahayak document verification સમયે કયા સર્ટિફિકેટ સાથે રાખવા?

GSEB shiksan sahayak document verification સમયે કયા સર્ટિફિકેટ સાથે રાખવા?

         જો આપે પણ શિક્ષણ સહાયક ની ભરતી માટે અરજી કરી છે તો આ સૂચનાઓ અને માહિતી આપના માટે ખૂબ જ ઉપયોગી છે. શિક્ષણ સહાયક માં અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા? તેની વિગત અને કયા ક્રમમાં ડોક્યુમેન્ટ ગોઠવવા તે અંગેની માહિતી નીચે આપેલ છે જેને ધ્યાનમા રાખો .


1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર- જો લાગુ પડતું હોય તો
3. નોન ક્રિમિલેયર સર્ટી- જો લાગુ પડતું હોય તો
4. શારીરિક અશક્તતા નું પ્રમાણપત્ર- જો લાગુ પડતું હોય તો
5. માજી સૈનિક નું પ્રમાણપત્ર -જો લાગુ પડતું હોય તો
6.EWS સર્ટીફીકેટ- લાગુ પડતું હોય તો
7.TAT માર્કશીટ
8. ગ્રેજ્યુએશન માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ
9. ગ્રેજ્યુએશન ટ્રાયલ સર્ટિફિકેટ
10. પોસ્ટ ગ્રેજ્યુએશન માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર
11. શૈક્ષણિક અનુસ્નાતક( પોસ્ટ ગ્રેજ્યુએશન )નું ટ્રાયલ સર્ટિફિકેટ હા- લાગુ પડતું હોય તો
12. વ્યવસાયિક ગ્રેજ્યુએશન B.Ed / સમકક્ષ ની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફીકેટ
13. વ્યવસાયિક ગ્રેજ્યુએશન ટ્રાયલ સર્ટિફિકેટ
14. વ્યવસાયિક અનુસ્નાતકની (પોસ્ટ ગ્રેજ્યુએશન) M.Ed/ સમકક્ષ માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર- જો લાગુ પડતું હોય તો
15. વ્યવસાયિક અનુસ્નાતક એમ.એડ્. નું ટ્રાયલ સર્ટીફીકેટ- 
 લાગુ પડતું હોય તો
16.N.C.T.E ની માન્યતા નું પ્રમાણપત્ર વ્યવસાયિક સ્નાતક અને અનુસ્નાતક ની લાયકાત માટે.
17. કોમ્પ્યુટરની બેઝિક લાયકાત માટેના આધારો
શિક્ષણ વિભાગના લાગુ પડતા ઠરાવ અનુસાર.

  વધુ માહિતી માટે www.gserc.in ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.



એકમ કસોટી ધોરણ ૬ થી ૮ પેપર સોલ્યુશન 23-11-2019

એકમ કસોટી ધોરણ ૬ થી ૮ પેપર સોલ્યુશન 
23-11-2019

પ્રશ્ન ૧ ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 8 ગુણ
1. વિનોદ ના વિવિધ ગુણો દર્શાવતા શબ્દો શોધીને લખો.
જવાબ- પ્રામાણિકતા ,નીડરતા અને સાવચેતી કામ કરવું વગેરે વિનોદના ગુણો છે.

2. ચોર ગુંડાઓ વિનોદ નું નામ સાંભળીને ડરતા હતા કારણ કે.....
જવાબ- કારણ કે તે ચોર અને ગુંડાઓ માટે કડક અને ન્યાયી હતો.

3. આપેલા શબ્દો માટે નજીકના અર્થ દર્શાવતો શબ્દ શોધીને લખો.1. નામના   2. કાળજીપૂર્વક
જવાબ- 1. નામના- ખ્યાતી ,2 કાળજીપૂર્વક- સાવચેતીથી

4. ફકરાના આધારે નીચે આપેલા વાક્યો માટે કયું વાક્ય સાચું છે?
જવાબ- ડ. સારી રીતે કાર્ય કરવાની તેની રીતથી તે ઉચ્ચ અધિકારી બની ગયો .

પ્રશ્ન-૨ અ. અ અને બ જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો.
8 ગુણ
1. હેલન કેલર નું નામ તો -     9. તમે સાંભળ્યું જ હશે ને!

2. એક દિવ્યાંગ વ્યક્તિ પણ-10. દ્રઢ મનોબળ થી આગળ                                                 વધી શકે છે.
3. તેનું હેલન એક-               6.ઉત્તમ ઉદાહરણ છે.

4. એનો જન્મ એક સુખી -    7.કુટુંબમાં થયો હતો.

5. દોઢેક વરસ ની ઉંમરે એક બીમારીએ-  3. તેના આંખ કાન                                                    અને વાણી લઈ લીધા.
6. એ માસૂમ બાળકી ત્યારથી-5. આંધળી બહેરી અને ગુંગી                                              થઈ ગઈ.
7. હેલન માટે ચારેકોર અંધારું અને-2. જ્ઞાનના તમામ રસ્તા                                                       બંધ થઈ ગયા.
8. આસપાસની દુનિયાનું બધું જ -1. જ્ઞાન તે સ્પર્શીને અને                                                   સુંઘીને મેળવતી.

પ્રશ્ન- ૨ બ. આપેલા ફકરામાંના વાક્યોને તે રીતે ગોઠવો કે જેથી તે આખી ઘટના બરાબર રીતે સમજાય. 6 ગુણ

      ત્યાંથી મિલન ના ઘરે ફોન કરીને................... અકસ્માત નડ્યો.

જવાબ-
1. પિયુષ અને મનોજ શાળાએ જઈ રહ્યા હતા.
2. તેની સાથે ભણતા મિલનને રસ્તામાં અકસ્માત નડયો.
3. મિલનને ઘણી જ ઇજા થઇ હતી.
4. મનોજ મિલનને દવાખાને સારવાર માટે લઈ ગયો.
5. ત્યાંથી મિલનના ઘરે ફોન કરીને તેના માતા-પિતાને સમાચાર આપ્યા.
6. બીજાને મદદ કરવા બદલ મનોજને સાહેબે શાબાશી આપી.

પ્રશ્ન-3 અ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્યો બનાવો. 4 ગુણ

1. વિવેકપૂર્ણ ,પાણી ,જીવન
જવાબ- પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે.

2. આનંદ ,પ્રવાસ ,મિત્રો
જવાબ- મારા બધા મિત્રો સાથે પ્રવાસમાં અમે ખૂબ જ આનંદ કર્યો.

પ્રશ્ન-3 બ. આપેલા જવાબ મળે તે રીતે અર્થ પણ પ્રશ્ન બનાવો.
6 ગુણ
1. બીમાર છે.
જવાબ- આને શું થયું છે?

2. ઝડપથી
જવાબ- ટ્રેન પાટા પરથી કેવી રીતે ગઈ?

3. ચોર આવ્યો લાગે છે.
જવાબ- ઘરમાં બધું જ્યાં ત્યાં કેમ પડ્યું છે?

પ્રશ્ન- ૪ અધૂરા વાક્યો પૂર્ણ કરો. 8 ગુણ
1. જો મને ઈનામમાં વિમાન  મળે તો........
જવાબ-. જો મને ઈનામમાં વિમાન  મળે તો હું તેમાં બેસીને વિદેશમાં ફરવા જઇશ.

2. મારા પપ્પા મને મોબાઈલ આપતા નથી કેમકે.....
જવાબ- મારા પપ્પા મને મોબાઈલ આપતા નથી કેમકે મારુ મોબાઈલમાં ગેમ રમવાનું તેમને પસંદ નથી.

3...................... તેથી મને ખબર પડી ગઈ કે તે હોશિયાર છે.
જવાબ- આખા વર્ગમાં માત્ર તેને જ જવાબ આવડતા હતા તેથી ,મને ખબર પડી ગઈ કે તે હોશિયાર છે.

4....................... જોઈને પરેશ આશ્ચર્યચકિત થઇ ગયો.
જવાબ- વાંદરાને નાચતા,જોઈને પરેશ આશ્ચર્યચકિત થઇ ગયો.

પ્રશ્ન- 5 આપેલ સમયપત્રકને ધ્યાનથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. 10 ગુણ

1. ગુરુવારે છઠ્ઠા તાસમાં માં કયો વિષય શીખવવામાં આવશે?
જવાબ- ગુરુવારે છઠ્ઠા તાસમાં સા.વિજ્ઞાન વિષય શીખવવામાં આવશે.

2. કયો વિષય સતત દોઢ કલાક શીખવવામાં આવે છે?
જવાબ- હિન્દી વિષય સતત દોઢ કલાક શીખવવામાં આવે છે.

3. કયો વિષય રોજેરોજ શીખવવામાં આવે છે?
જવાબ- અંગ્રેજી અને વિજ્ઞાન વિષય રોજેરોજ શીખવવામાં આવે છે.

4. કલા માટે કુલ કેટલો સમય ફાળવવામાં આવેલ છે?
જવાબ- કલા માટે કુલ 2 કલાક અને 15 મિનિટ ફાળવવામાં આવેલ છે.

5. ભાષાઓ માટે કુલ કેટલા તાસ ફાળવવામાં આવેલ છે?
જવાબ- ભાષાઓ માટે કુલ 13 તાસ ફાળવવામાં આવેલ છે.

   આવી બીજી જાણકારી મેળવવા માટે અમારા whatsapp નંબર પર સંપર્ક કરો.
9033927943