- તમારા ફોરવીલ ને જો ટોલટેક્ષની લાંબી લાઈનમાં ઉભા રહેવા માથી મુક્તિ આપવા માંગતા હોય તો આજે જ ફાસ્ટ ટેગ મંગાવી લો.
- સરકારે ફાસ્ટ ટેગ ની સમય મર્યાદા પહેલી ડિસેમ્બરથી વધારી 15 ડીસેમ્બર સુધી કરી આપી છે.
- 15 ડિસેમ્બર પછી NHAI ના દરેક ટોલટેક્ષ પર ફાસ્ટ ટેગ ફરજિયાત કરી દેવામાં આવશે.
- ફાસ્ટ ટેગ મેળવવા માટે શું કરશો?
ફાસ્ટ ટેગ હાલ NHAI ના ટોલટેક્ષ પર નજીવી કિંમતે મળી રહ્યા છે.ટોલટેક્સ ઉપર થી ફાસ્ટ ટેગ મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.તદ ઉપરાંત કેટલીક બેન્કો પણ ફાસ્ટ ટેગ નું વેચાણ કરી રહી છે.
- ફાસ્ટ ટેગ શું છે?
ફાસ્ટ ટેગ એ તમારા ફોરવીલ ના આગળના ભાગમાં લગાડવામાં આવે છે કે જેને સ્કેનર દ્વારા સ્કેન કરીને ટોલ ટેક્ષની રકમ તમારા ફાસ્ટ ટેગ સાથે જોડેલ ખાતામાંથી કાપી લેવામાં આવે છે અને કપાઈ ગયેલ રકમનો એસએમએસ તમારા મોબાઈલ પર મળી જાય છે એને કારણે વાહનોની લાંબી કતાર લાગતી નથી અને ખૂબ જ ઝડપથી ટોલટેક્સ લેવાની પ્રક્રિયા થાય છે. તદ્ઉપરાંત ફાસ્ટ રિચાર્જ કરવાની ફેસિલિટી પણ છે
- ફાસ્ટ ટેગ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ?
ફાસ્ટ ટેગ મેળવવા માટે તમારું આઇડી કાડૅ,
તમારા વાહનની આરસી બુક. અને ડ્રાઇવિંગ લાઇસન્સ બસ આટલા જ ડોક્યુમેન્ટ જરૂરી છે.

No comments:
Post a Comment