Monday, November 25, 2019

એકમ કસોટી ધોરણ ૬ થી ૮ પેપર સોલ્યુશન 23-11-2019

એકમ કસોટી ધોરણ ૬ થી ૮ પેપર સોલ્યુશન 
23-11-2019

પ્રશ્ન ૧ ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 8 ગુણ
1. વિનોદ ના વિવિધ ગુણો દર્શાવતા શબ્દો શોધીને લખો.
જવાબ- પ્રામાણિકતા ,નીડરતા અને સાવચેતી કામ કરવું વગેરે વિનોદના ગુણો છે.

2. ચોર ગુંડાઓ વિનોદ નું નામ સાંભળીને ડરતા હતા કારણ કે.....
જવાબ- કારણ કે તે ચોર અને ગુંડાઓ માટે કડક અને ન્યાયી હતો.

3. આપેલા શબ્દો માટે નજીકના અર્થ દર્શાવતો શબ્દ શોધીને લખો.1. નામના   2. કાળજીપૂર્વક
જવાબ- 1. નામના- ખ્યાતી ,2 કાળજીપૂર્વક- સાવચેતીથી

4. ફકરાના આધારે નીચે આપેલા વાક્યો માટે કયું વાક્ય સાચું છે?
જવાબ- ડ. સારી રીતે કાર્ય કરવાની તેની રીતથી તે ઉચ્ચ અધિકારી બની ગયો .

પ્રશ્ન-૨ અ. અ અને બ જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો.
8 ગુણ
1. હેલન કેલર નું નામ તો -     9. તમે સાંભળ્યું જ હશે ને!

2. એક દિવ્યાંગ વ્યક્તિ પણ-10. દ્રઢ મનોબળ થી આગળ                                                 વધી શકે છે.
3. તેનું હેલન એક-               6.ઉત્તમ ઉદાહરણ છે.

4. એનો જન્મ એક સુખી -    7.કુટુંબમાં થયો હતો.

5. દોઢેક વરસ ની ઉંમરે એક બીમારીએ-  3. તેના આંખ કાન                                                    અને વાણી લઈ લીધા.
6. એ માસૂમ બાળકી ત્યારથી-5. આંધળી બહેરી અને ગુંગી                                              થઈ ગઈ.
7. હેલન માટે ચારેકોર અંધારું અને-2. જ્ઞાનના તમામ રસ્તા                                                       બંધ થઈ ગયા.
8. આસપાસની દુનિયાનું બધું જ -1. જ્ઞાન તે સ્પર્શીને અને                                                   સુંઘીને મેળવતી.

પ્રશ્ન- ૨ બ. આપેલા ફકરામાંના વાક્યોને તે રીતે ગોઠવો કે જેથી તે આખી ઘટના બરાબર રીતે સમજાય. 6 ગુણ

      ત્યાંથી મિલન ના ઘરે ફોન કરીને................... અકસ્માત નડ્યો.

જવાબ-
1. પિયુષ અને મનોજ શાળાએ જઈ રહ્યા હતા.
2. તેની સાથે ભણતા મિલનને રસ્તામાં અકસ્માત નડયો.
3. મિલનને ઘણી જ ઇજા થઇ હતી.
4. મનોજ મિલનને દવાખાને સારવાર માટે લઈ ગયો.
5. ત્યાંથી મિલનના ઘરે ફોન કરીને તેના માતા-પિતાને સમાચાર આપ્યા.
6. બીજાને મદદ કરવા બદલ મનોજને સાહેબે શાબાશી આપી.

પ્રશ્ન-3 અ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્યો બનાવો. 4 ગુણ

1. વિવેકપૂર્ણ ,પાણી ,જીવન
જવાબ- પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે.

2. આનંદ ,પ્રવાસ ,મિત્રો
જવાબ- મારા બધા મિત્રો સાથે પ્રવાસમાં અમે ખૂબ જ આનંદ કર્યો.

પ્રશ્ન-3 બ. આપેલા જવાબ મળે તે રીતે અર્થ પણ પ્રશ્ન બનાવો.
6 ગુણ
1. બીમાર છે.
જવાબ- આને શું થયું છે?

2. ઝડપથી
જવાબ- ટ્રેન પાટા પરથી કેવી રીતે ગઈ?

3. ચોર આવ્યો લાગે છે.
જવાબ- ઘરમાં બધું જ્યાં ત્યાં કેમ પડ્યું છે?

પ્રશ્ન- ૪ અધૂરા વાક્યો પૂર્ણ કરો. 8 ગુણ
1. જો મને ઈનામમાં વિમાન  મળે તો........
જવાબ-. જો મને ઈનામમાં વિમાન  મળે તો હું તેમાં બેસીને વિદેશમાં ફરવા જઇશ.

2. મારા પપ્પા મને મોબાઈલ આપતા નથી કેમકે.....
જવાબ- મારા પપ્પા મને મોબાઈલ આપતા નથી કેમકે મારુ મોબાઈલમાં ગેમ રમવાનું તેમને પસંદ નથી.

3...................... તેથી મને ખબર પડી ગઈ કે તે હોશિયાર છે.
જવાબ- આખા વર્ગમાં માત્ર તેને જ જવાબ આવડતા હતા તેથી ,મને ખબર પડી ગઈ કે તે હોશિયાર છે.

4....................... જોઈને પરેશ આશ્ચર્યચકિત થઇ ગયો.
જવાબ- વાંદરાને નાચતા,જોઈને પરેશ આશ્ચર્યચકિત થઇ ગયો.

પ્રશ્ન- 5 આપેલ સમયપત્રકને ધ્યાનથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. 10 ગુણ

1. ગુરુવારે છઠ્ઠા તાસમાં માં કયો વિષય શીખવવામાં આવશે?
જવાબ- ગુરુવારે છઠ્ઠા તાસમાં સા.વિજ્ઞાન વિષય શીખવવામાં આવશે.

2. કયો વિષય સતત દોઢ કલાક શીખવવામાં આવે છે?
જવાબ- હિન્દી વિષય સતત દોઢ કલાક શીખવવામાં આવે છે.

3. કયો વિષય રોજેરોજ શીખવવામાં આવે છે?
જવાબ- અંગ્રેજી અને વિજ્ઞાન વિષય રોજેરોજ શીખવવામાં આવે છે.

4. કલા માટે કુલ કેટલો સમય ફાળવવામાં આવેલ છે?
જવાબ- કલા માટે કુલ 2 કલાક અને 15 મિનિટ ફાળવવામાં આવેલ છે.

5. ભાષાઓ માટે કુલ કેટલા તાસ ફાળવવામાં આવેલ છે?
જવાબ- ભાષાઓ માટે કુલ 13 તાસ ફાળવવામાં આવેલ છે.

   આવી બીજી જાણકારી મેળવવા માટે અમારા whatsapp નંબર પર સંપર્ક કરો.
9033927943







No comments:

Post a Comment